કચ્છ ભુજની ધરતી પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પાકિસ્તાનને સંદેશ
આતંકવાદથી પાકિસ્તાનને શું મળ્યું ?
ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે
કચ્છ સહિત રાજ્યમાં થયેલા અને આગામી સમયમાં થનારા 53 હજાર કરોડથી પણ વધુના કામોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ જનમેદનીને સંબોધતા વડાપ્રધાને પહેલીવાર પાકિસ્તાનની ભાવી પેઢીની ચિંતા કરી કડક છતાં ચિંતાસભર સંદેશ આપીને ભારતની આતંકવાદ સામેની નીતિને વધુ સ્પષ્ટ કરી હતી,
કચ્છ ભુજની ધરતી પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પડોશી પાકિસ્તાનની જનતા અને ખાસ કરીને પાકિસ્તાનના બાળકોને રૌદ્ર સ્વરૂપી વ્હાલ સાથે અપીલ કરી હતી કે, ‘તમારી સરકાર અને સેના આતંકવાદને સમર્થન આપે છે, આતંકવાદ એમના માટે પૈસા કમાવવાનું એક સાધન છે પણ હવે પાકિસ્તાને નક્કી કરવું પડશે કે શું આ રસ્તો યોગ્ય છે? હું પાકિસ્તાનની જનતાને સંદેશ આપવા માંગું છું કે, તમારી સરકાર અને સેના તમારા ભવિષ્યને નષ્ટ કરે છે, તમને અંધારામાં ધકેલે છે, આતંકની બીમારીથી મુક્ત થવા પાકિસ્તાનની જનતા આગળ આવે અને શાંતિ, સુખ-ચૈનથી રોટી ખાય નહીંતર અમારી ગોળી તો છે જ. ભુજ એરપોર્ટ ઉતરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુજમાં રોડ શો બાદ સભા મંડપમાં પણ રોડ શો કર્યો હતો.
કચ્છ સહિત રાજ્યમાં થયેલા અને આગામી સમયમાં થનારા 53 હજાર કરોડથી પણ વધુના કામોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ જુસ્સાદાર ભાષણમાં પાકિસ્તાનનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, જે કોઇ ભારતનું લોહી વહાવવાનો પ્રયાસ કરશે તેને તેની ભાષામાં જ જવાબ અપાશે. પાકિસ્તાને આતંકવાદ સામે કોઇ કાર્યવાહી ન કરતાં સેનાને છૂટ આપવી પડી. ઓપરેશન સિંદૂર એ આતંકવાદના અંતનું મિશન છે, વડાપ્રધાને કચ્છમાં પવનચક્કી, સોલાર થકી ઉત્પન્ન થતી વીજળીનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, કચ્છ સહિત સમગ્ર દેશના તમામ લોકોને પીએમ સુર્યઘર યોજના હેઠળ વીજળી મળે પણ બિલ 0 આવે તેવા પ્રયાસો કરાશે. હરીતક્રાંતિમાં દેશનું સૌથી મોટું કેન્દ્ર કચ્છમાં છે. દેશના ત્રણ હાઇડ્રોજન પ્લાન્ટમાંથી એક કચ્છમાં આકાર પામશે, જેથી કાર, બસ વગેરે હાઇડ્રોઝનથી ચાલશે. તેમણે કંડલા, મુન્દ્રા પોર્ટની કેપેસિટી વધારવાની વાત કરી હતી. પ્રવાસન ક્ષેત્રે વિકસેલા ધોરડોનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, સભામાં કોઇ ધોરડોના હોય તો તિરંગો લહેરાવો…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી