ભાવનગર ખાતે મા ધૂમાંવતી દેવીની પ્રાણ પ્રતિષ્ઠા

Featured Video Play Icon
Spread the love

ભાવનગર ખાતે મા ધૂમાંવતી દેવીની પ્રાણ પ્રતિષ્ઠા
પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે રવિબાપુ દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન

ભાવનગર શહેરના ટોપ થ્રી નજીક આવેલ રજવાડી મામાદેવના સ્થાનક ખાતે મા ધૂમાંવતી દેવીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે રવિબાપુ દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 22 જૂનના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

ખાસ વાત એ છે કે ગુજરાતમાં, ખાસ કરીને ભાવનગરમાં પ્રથમ વખત મા ધૂમાંવતીદેવીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. આ કાર્યક્રમને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન 108 જેટલી વિધવા બહેનોને ખાસ આમંત્રિત કરવામાં આવશે અને તેમના હસ્તે પૂજા-અર્ચના પણ કરવામાં આવશે. આયોજકોના જણાવ્યા મુજબ આ આયોજન આધ્યાત્મિક અને સામાજિક સંદેશ સાથે ભક્તિભાવથી ઉજવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *