સુરતમાં ટેમ્પો ચોરીની ઘટના સામે આવી
સારોલીમાં માર્કેટ બહારથી પાર્સલ ટેમ્પોની ચોરી થઈ
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ
સુરતમાં ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સારોલીમાં માર્કેટ બહારથી પાર્સલ ટેમ્પોની ચોરી થઈ હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. તો ચોર સાથે વોચમેન વાત કરતો દેખાતા વોચમેનની ભુમિકા શંકાસ્પદ દેખાઈ રહી હોય તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરતમાં રોજેરોજ ચોરી સહિતની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે માર્કેટ બહારથી ટેમ્પોની ચોરીની ઘટના બની હતી. વાત એમ છે કે સુરતના સારોલી ખાતે આવેલ આર.આર.ટી.એમ. માર્કેટના ગેટ પરથી એક પાર્સલ ભરેલા ટેમ્પાની ચોરી થઈ હતી. રાત્રીના બાર વાગ્યાથી સાડા બાર વાગ્યા દરમિયાન ટેમ્પોની ચોરી થઈ હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. તો આ ચોરીમાં આર.આર.ટી.એમ. માર્કેટનો વોચમેન શંકાસ્પદ ભુમિકામાં દેખાઈ રહ્યો છે કારણ કે ચોર પહેલા વોચમેન સાથે વાત કરે છે અને ત્યારબાદ ટેમ્પો લઈ ભાગી જાય છે. ત્યારે હાલ તો પોલીસે સીસીટીવીની મદદથી ચોરને ઝડપી પાડવાની સાથે વોચમેનની પણ પુછપરછ કરી હોવાનુ સામે આવ્યુ છે.