સુરતમાં એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયા
આરોપી ઓરિસ્સાના ગંજામમાં મારામારીના ગુનામાં ફરાર હતા
પોલીસે નારાયણ સેંડો પ્રમોદકુમાર દયા જૈનાને ઝડપી પાડ્યો
કતારગામ અને ઓલપાડ પોલીસ મથકમાં એન.ડી.પી.એસ.ના ગુનામાં તથા ઓડિસ્સાના ગંજામમાં નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ ઓરિસ્સાવાસીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડવામાં સફળતા મેળળવી છે.
ક્રાઈમ બ્રાન્ચની ટીમ વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની એન્ટી ઓર્ગેનાઈઝ ક્રાઈમ સ્કોર્ડવની ટીમે બાતીના આધારે કતારગામ અને ઓલપાડ પોલીસ મથકમાં એનડીપીએસના ગુનામાં તથા ઓરિસ્સાના ગંજામમાં મારામારીના ગુનામાંનાસતા ફરતા ઓરિસ્સાવાસી નારાયણ ઉર્ફે સેંડો પ્રમોદકુમાર ઉર્ફે દયા જૈનાને ઝડપી પાડ્યો હતો અને તેની પુછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે આરોપીનો કબ્જો કતારગામ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.