સુરત ક્રાઇમ બ્રાન્ચે રીઢા ચોર ને ઝડપી પાડ્યો
પોલીસે 13 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા
આરોપી 12 જેટલા ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી ફરાર હતા
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે વાહન ચોરી અને મોબાઈલ ચોરીના 13 જેટલા ગુનાઓ આચરી ભાગતા ફરતા માથાભારે રીઢા ચોર ને ઝડપી પાડી 13 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં. તો રીઢો રાત્રીના સમયે ચોરીને અંજામ આપતો હોવાનુ પણ સામે આવ્યુ છે.
સુરતમાં રાત્રીના સમયે મોબાઈલ અને વાહન ચોરીના વધી રહેલા બનાવો વચ્ચે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રીઢા ચોરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતાં. જેમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાત્રીના સમયે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ચોીરના વાહનોનો ઉપયોગ કરી મોબાઈલ ચોરી તથા ઘરફોડ ચોરી કરતી ગેંગના સભ્ય તેમ 12 જેટલા ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા રીઢા ચોર એવા રવિ બાબુલાલ પ્રજાપતિને અડાજણ સરદાર બ્રિજ નીચેથી ઝડપી પાડી તેની પાસેથી એક્ટીવા મોપેડ કબ્જે કરી હતી. તો રીઢાએ મહિધરપુરા, વરાછા, સિંગણપોર, કાપોદ્ર, ઉત્રાણ, કતારગામ, પાલ અને વેસુ પોલીસ મથકની હદમાં ચોરીના ગુનાઓને અંજામ આપ્યા હોવાની કબુલાત કરી હતી. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે રીઢાની વધુ પુછપરછ હાથ ધરી છે.