સુરતની ઉધના પોલીસે દારૂ સાથે ત્રણને ઝડપ્યો
ફીરોજ મનસુરી, અમન શેખ, સાઈના જમાદારની ધરપકડ
સુરતની ઉધના પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે અરટીગા કાર અને આઈસર ટેમ્પોમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથેને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશર અનુપમસિંહ ગહલોત અને ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વાબાંગ જામીર, નાયબ પોલીસ કમિશનર ઝઓન ટુ ભગીરથ ગઢવી તથા નાયબ પોલીસ કમિશનર સી ડિવિઝન ચિરાગ પટેલ ના માર્ગદર્શન હેઠળ ઉધના પી.આઈ. એસ.એન. દેસાઈ અને સેકન્ડ પી.આઈ. વી.બી. ગોહીલની ટીમના પી.એસ.આઈ. એમ.કે. ઈશરાણી તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ પ્રદિપ અર્જુનભાઈ તથા કલ્પેશ કાળુભાઈએ બાતમીના આધારે ઉધના ભેદવાડ ખાતે આવેલ લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીયલ ના રીયલ એન્ટરપ્રાઈઝ પાસે ખુલ્લા પ્લોટમાં પાર્ક અર્ટીગા કાર અને આઈસર ટેમ્પોમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી 11 લાખ 15 હજારથી વધુની મત્તા ઝડપી પાડી હતી. જ્યારે સ્થળ પરથી બુટલેગર ફીરોજ મનસુરી, અમન શેખ, સાઈના ઉર્ફે શાહિના જમાદારને ઝડપી પાડી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..