સુરતમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી લૂંટ કરતી રીઢાને પોલીસે ઝડપ્યો
પોલીસે લુંટ કરી ભાગી છુટેલા રીઢાને ત્રણ મહિને ઝડપી પાડી
કાપોદ્રા પોલીસે પિયુષ અલ્લુ કિશોર ગોરસવાને ઝડપી પાડ્યો
રીક્ષામાં મુસાફરોને બેસાડી લુંટ કરતી ટોળકીના આતંક વચ્ચે કાપોદ્રા પોલીસે મુસાફરને રિક્ષામાં બેસાડી લુંટ કરી ભાગી છુટેલા રીઢાને ત્રણ મહિને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશન સેક્ટર વન, નાયબ પોલીસ કમિશનર ઝોન વન, મદદનીશ પોલીસ કમિશનર એડીવીઝનની સુચના મુજબ કાપોદ્રા પોલીસે ડ્રાઈવ રાખી હતી ત્યારે ઈન્ચાર્જ પી.આઈ. એમ.આર. સોલંકી તથા પી.એસ.આઈ. એમ.બી. વાઘેલનાની ડ્રાઈવ વખતે પ્રોબેશનલ એ.એસ.આઈ. રાજદિપ ગોરખભાઈ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ મહાવીરસિંહનાઓને મળેલી બાતમીના આધારે ત્રણ મહિના અગાઉ કાપોદ્રા વિસ્તારમાં મુસાફરને રિક્ષામાં બેસાડી તેને લુંટી લેનાર અને બી.એન.એસ. કલમ 72 મુજબના વોરંટના આરોપી એવા પિયુષ ઉર્ફે અલ્લુ કિશોર ગોરસવાને ઝડપી પાડ્યો હતો. અને તેની ધરપકડ કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.