સુરતની ઈકો સેલની ટીમે હિરા લઈ ભાગી છૂટેલા આરોપીને ઝડપ્યો
ઇકો સેલની ટીમે રવિકુમાર રવી ચોગઠ ગણેશ વઘાસીયાને ઝડપી પાડ્યો
હિરા વેપારીઓ પાસેથી અન્ય વેપરીઓને હિરાનો માલ દેખાડવા લઈ જવાના બહાને લાખોના હિરા લઈ ભાગી જતા ઠગ દલાલને ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુન્હા નિવારણ શાકાની ટીમે ઝડપી પાડ્યો હતો.
સુરત શહેર ઝડપથી વિકસી રહ્યુ છે ત્યારે સુરતમાં હિરા અને કાપડ ઉદ્યોગમાં ઠગાઈના બનાવોમાં પણ રોજેરોજ વધારો થઈ રહ્યો છે ત્યારે આવા જ ઠગોને ઝડપી પાડવા સુરત પોલીસ પણ મેદાને આવી ગઈ છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુન્હા નિવારણ શાખા એટલે કે ઈકો સેલની ટીમે બાતમીના આધારે હિરા બજારમાં હિરાના વેપારીઓ પાસેથી પોતાના હિરાના વેપારીઓને હિરાનો માલ દેખાડવા લઈ જવાના બહાને હિરા બારોબાર વેંચી નાંખી ઠગાઈ આચરનાર રીઢા ઠગ એવા મુળ ભાવનગરના ઉમરાળાનો અને હાલ કતારગામ રાશીસ ર્કલ પાસે આવેલ રાજાનંદ સોસાયટીમાં રહેતા રવિકુમાર ઉર્ફે રવી ચોગઠ ગણેશ વઘાસીયાને ઝડપી પાડ્યો હતો અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.