સુરતમાં બુટલેગરેના આતંકી વિડિઓ સામે આવ્યા
ગોડાદરા વિસ્તારમાં બુટલેગરેનો આતંક સીસીટીવીમાં કેદ
ગોડાદરા પોલીસ મથકની હદમાં બુટલેગરની દાદાગીરી
એક વ્યક્તિને કારના બોનેટ પર બેસાડી ઘસડ્યો
સુરતમાં અસામાજિક તત્વો રોજેરોજ બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે ગોડાદરા વિસ્તારમાં બુટલેગરેનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે. એક ઈસમને બુટલેગરે કારના બોનેટ પર બેસાડી ઘસડ્યો હોવાનો વિડીયો સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
સુરતમાં અસામાજિક તત્વો અને તેમાં પણ બુટલેગરો તો જાણે કાયદાને પોતાના ખિસ્સામાં રાખતા હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરતના ગોડાદરા વિસ્તારમાં બુટલેગરનો આતંક સામે આવ્યો છે. વાત એમ છે કે ગોડાદરા વિસ્તારમાં રહેતા બુટલેગર અમાનસિંહ એ પોતાની કારના બોનેટ પર એક ઈસમને બેસાડી એક કિલો મીટર સુધી ઘસડ્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. કારની બનેટ પર ઘસડી યુવાનની હત્યાનો પ્રયાસ કરાયો હોય તેમ છતા ગોડાદરા પોલીસે આરોપી બુટલેગર અમાનસિંહ સામે હલકી કલમો લગાડી તેને છાવરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારે હવે જોવુ એ રહ્યુ કે બુટલેગર સામે કડક પગલા લેવાશે કે કેમ…