સુરત શહેરના અડાજણમાં તિરંગા યાત્રા યોજાઈ
ધારાસભ્ય પૂર્ણેશ મોદીની આગેવાનીમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ
તિરંગા યાત્રામાં લોકો રાષ્ટ્રધ્વજ સાથે પગપાળા નીકળ્યા
ઓપરેશન સિંદૂરની સફળતા માટે ભારતીય સેનાને બિરદાવવા યોજાઈ યાત્રા
ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન ને જડબાતોડ જવાબ આપનાર સેનાના સન્માનમાં સુરત શહેરના અડાજણમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. મહાલક્ષ્મી મંદિર થી પરશુરામ ગાર્ડન સુધી ધારાસભ્ય પૂર્ણેશ મોદીની આગેવાનીમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ હતી. આ તિરંગા યાત્રામાં લોકો રાષ્ટ્રધ્વજ સાથે પગપાળા નીકળ્યા હતા. અને ભારત માતાકી જયના નારા લગાવી ભારતીય સેનાનો મનોબલ વધાર્યો હતો.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ નિશ્ચય થકી ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા રવિવાર 25મી મેના રોજ સાંજે પાંચ કલાકે અડાજણ આનંદ મહેલ રોડ મહાલક્ષ્મી મંદિરથી ગંગેશ્વર મહાદેવ થઈ પરશુરામ ગાર્ડન સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજી હતી. ભારતીય સેનાના સન્માન માટે આયોજિત આ તિરંગા યાત્રાને આર.એસ.એસ.ના યશવંતભાઈ ચૌધરીએ ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જમ્મુ અને કાશ્મીર રાજ્યના પહેલગામમાં નૃશંષ આતંકવાદી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ નિશ્ચય થકી, પાકિસ્તાનમાં આતંકવાદીઓનો સફાયો કરનાર રાષ્ટ્રની સુરક્ષા કરતા સેનાના વીર જવાનોની વીરતા, પરાક્રમ અને શૌર્યને બિરદાવવા સન્માનિત કરવા અને ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધારનાર શૂરવીર જાંબાઝ જવાનોના સન્માન માં તિરંગા યાત્રામાં પૂર્વ સૈનિકો ઉપર પુષ્પવર્ષા કરીને તેમનો ઋણ સ્વીકાર કર્યો હતો. ઓપરેશન સિંદુર માં સીમા પર સૈનિકોએ બતાવેલા શૌર્યને સન્માન કરવા અને સૈનિકોના સમર્થનમાં જોડાયેલા સુરતવાસીઓએ દર્શાવેલો રાષ્ટ્રભાવ અવિસ્મરણીય હતો. યાત્રાને સફળ બનાવવા બદલ ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. તો આ તિરંગા યાત્રામાં ભારત માતા કી જય, વંદે માતરમ, જય હિન્દના જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠયો હતો. ભારતીય સેનાએ માં ભારતીને તથા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા આ તિરંગા યાત્રામાં જોડાયેલા પૂર્વ સૈનિકો, કોપોરેટરો, માજી કોર્પોરેટરો, વિવિધ સમાજના પદાધિકારીઓ, પ્રમુખો, હોદ્દેદારો, અનેક સંગઠનના આગેવાનો, સંસ્થાના પ્રમુખઓ, ભાજપના સંગઠનના આગેવાનો, રાષ્ટ્રવાદી મહિલાઓ અને પુરૂષો એ ભારતીય સૈનિકોના અભૂતપૂર્વ પરાક્રમને બિરદાવ્યું હતું. આ રેલીમાં ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદી, પૂર્વ રાજયકક્ષા રેલ મંત્રી દર્શનાબેન જરદોશ, પૂર્વ સૈનિકો,સુ રત હોમગાર્ડસના અગ્રણી ડો. પ્રફુલ્લભાઈ શિરોયા, પૂર્વ મેયર હેમાલીબેન બોઘાવાલા, માજી કોર્પોરેટર પ્રવિણભાઈ પટેલ, કોર્પોરેટરો કેતનભાઈ મહેતા, વૈશાલીબેન શાહ, કેયુર ચપટવાલા, દિગ્વીજયસિંહ બારડ, અનિલભાઈ બિસ્કીટવાલા, પ્રદેશ ભાજપ એસસી મોરચા પૂર્વ મંત્રી અશોક ગોહિલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય મેહુલ ઠાકર અને પરિમલ ચાસીયા, વોર્ડના માજી પ્રમુખ જીતેશ મહેતા, માજી વોર્ડ પ્રમુખ મહેશ પટેલ અને હોમ ગાર્ડ મિત્રો, વિવિધ શાળાં કોલેજના વિદ્યાર્થીઓ, વિવિધ મહિલા મંડળ અને ગાયત્રી પરિવારની બહેનો સહિત હજજારોની સંખ્યામાં દેશપ્રેમી નાગરિકો જોડાયા હતાં. તો સમગ્ર તિરંગા યાત્રાની વ્યવસ્થા સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપના યુવા મોરચાની ટીમે ભારે જહેમતથી સંભાળી હતી.