સુરતમાં વીજીલન્સની ટીમે 25 દારૂડીયાઓને પકડી પાડ્યા
વીજીલન્સની ટીમે દારૂડીયાઓને પકડી પોલીસને સોંપ્યાં
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઉધના પોલીસ મથકની હદમાં ઉદ્યોગનગર રોડ નંબર છ પર દરોડા પાડી દારૂના અડ્ડાને ઝડપી પાડી 25 દારૂડીયાઓને પકડી પોલીસને સોંપ્યાં હતા જ્યારે બુટેલગર ભાગી છુટતા વોન્ટેડ જાહેર કરાયો હતો.
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ વારંવાર સુરતમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર દરોડા પાડી છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઉધના પોલીસ મથકની હદમાં ઉધના ઉદ્યોગ નગર રોડ નંબર છ પર ચાલતા બુટલેગર નવાબ કમરૂદ્દીન શેખના અડ્ડા પર દરોડા પાડી ત્યાંથી દારૂ વેંચતા કિશોરને ઝડપી પાડ્યો હતો. જ્યારે સ્થળ પરથી 25 દારૂડિયાઓ જેમાં ગણેશ સાદી, શિવમ પાંડે, નનહેલેસિંહ, રાહુલ ચૌધરી, મહેશ જાદવ, નરેશ ગુજરીયા, મુકેશ બારીયા, કિરન બોરીચા, સચીન સોલંકી, સન્ની સોલંકી, રામકેસરી રાજભર, રોહીત નિશાદ, જીતેન્દ્ર ગૌડ, સંજય દજીના, દિપક વાનખેડે, રમેશ સિરસાઠ, બ્રીજેશ પાઠનડે, વિપુલ ચાવડા, સોનુ જાપાલે, પવન બનસોડ, રવીન્દ્રકુમાર ગુલાબદાર, કિશોર કાપોરે, યોગેશ પટેલ અને પ્રદિપ નિશાતને ઝડપી પાડ્યા હતાં. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા, દારૂનો જથ્થો, મોબાઈલ ફોન, વાહનો મળી 6 લાખ 10 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તો ભાગી છુટેલા બુટલેગર નવાબ કમરૂદ્દીન શેખને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલા તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.