આજે ગુજરાત સ્થાપના દિવસે તાપીનું અનોખું સ્ટેશન જુઓ
ભારતીય રેલવેના નકશા પર એક એવું અનોખું સ્ટેશન છે
જે અડધું ગુજરાતમાં છે અને અડધું મહારાષ્ટ્રમાં!
સામાન્ય રીતે જ્યારે આપણે ટ્રેનની મુસાફરી કરીએ છીએ, ત્યારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે કલાકો વીતી જાય છે. પરંતુ શું તમે ક્યારેય એવા રેલવે સ્ટેશન વિશે સાંભળ્યું છે, જ્યાં માત્ર એક ડગલું ભરતા જ રાજ્ય બદલાઈ જાય? જી હા, ભારતીય રેલવેના નકશા પર એક એવું અનોખું સ્ટેશન છે જે અડધું ગુજરાતમાં છે અને અડધું મહારાષ્ટ્રમાં!
વીઓ :- આજે ગુજરાત સ્થાપના દિવસે અહીં વાત કરી રહ્યા છીએ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા અને મહારાષ્ટ્રના નંદુરબારની સરહદ પર આવેલા નવાપુર રેલવે સ્ટેશનની.
તો ચાલો જોઈએ, આ સ્ટેશનની કેટલીક એવી વાતો જે તમને હેરાન કરી દેશે.” નવાપુર રેલવે સ્ટેશનની બરાબર મધ્યમાં દોરેલી આ સફેદ લીટી કોઈ સામાન્ય લીટી નથી, પણ બે રાજ્યોની સરહદ છે. અહીં જો તમે લીટીની જમણી તરફ ઉભા હોવ તો તમે ગુજરાતમાં છો, અને ડાબી તરફ હોવ તો મહારાષ્ટ્રમાં છે. આ સ્ટેશનનો વહીવટ પણ એટલો જ અનોખો છે. અહીં મુસાફરોએ ટિકિટ લેવા માટે મહારાષ્ટ્રમાં જવું પડે છે, કારણ કે ટિકિટ બારી મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં છે. જ્યારે સ્ટેશન માસ્ટરની ઓફિસ અને અન્ય સુવિધાઓ ગુજરાતના તાપી જિલ્લામાં આવે છે. તો જો તમે ક્યારેય તાપી જિલ્લાના પ્રવાસે હોવ, તો આ અનોખા નવાપુર સ્ટેશનની મુલાકાત લેવાનું ચૂકતા નહીં.
સ્ટેશન પર થતી જાહેરાતો પણ ખાસ છે. અહીં મુસાફરોને માહિતી આપવા માટે ગુજરાતી, મરાઠી અને હિન્દી એમ ત્રણ ભાષાઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી બંને રાજ્યોના પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે. સૌથી વધુ રસપ્રદ વાત તો અહીંના કાયદાની છે. ગુજરાતમાં દારૂબંધી હોવાથી પ્લેટફોર્મના એક હિસ્સામાં કડક પાબંદી છે, જ્યારે પ્લેટફોર્મના બીજા છેડે મહારાષ્ટ્રના નિયમો લાગુ પડે છે. રેલવે પોલીસ માટે પણ અહીં તપાસનો વિષય હંમેશા ભૌગોલિક સીમાઓ પર આધારિત રહે છે. પ્લેટફોર્મ પર મુકાયેલો પેલો બાંકડો, જેનો અડધો ભાગ મહારાષ્ટ્રમાં અને અડધો ગુજરાતમાં છે, તે આજે પ્રવાસીઓ માટે સેલ્ફી પોઈન્ટ બની ગયો છે. ભારતીય રેલવેની આ ‘યુનાઈટેડ’ કલરફુલ ઝલક ખરેખર જોવા જેવી છે..
