ગાંધીનગરમાં રાજકીય આગેવાન હરીભાઈ ચૌધરીએ મોટી માંગ કરી.

Featured Video Play Icon
Spread the love

ગાંધીનગરમાં રાજકીય આગેવાન હરીભાઈ ચૌધરીએ મોટી માંગ કરી.
ગુજરાતમાં ઓબીસી માટે અલગ મંત્રાલય બનાવવામાં આવે.
ઓબીસી સમાજના બંધારણીય દરજ્જા બાદ અલગ મંત્રાલય જરૂરી.

2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જાતિની વસ્તી 15 % અને અનુસૂચિત જનજાતિની વસ્તી અંદાજે 7-8 % છે. તેની સરખામણીએ વિવિધ અંદાજો મુજબ ઓબીસી સમાજની વસ્તી 50 %થી વધુ હોવા છતાં તેમના માટે કોઈ અલગ મંત્રાલય નથી. જેને લઇ ગાંધીનગરમાં રાજકીય આગેવાન હરીભાઈ ચૌધરીએ મોટી માંગ કરી.

દેશમાં અન્ય પછાત વર્ગો એટલે કે OBC કલ્યાણ, વિકાસ અને સશક્તિકરણ માટે એક સમર્પિત અને અલગ મંત્રાલયની સ્થાપના કરવાની માગ ઊઠી છે. જે અંગે OBC સમાજના આગેવાન હરિભાઈ ચૌધરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર મારફત રજૂઆત કરી છે. હરિભાઈ ચૌધરીએ પત્ર મારફત કરેલી રજૂઆતમાં લખ્યું છે કે, હાલમાં OBC વર્ગ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તક કાર્યરત છે. જોકે, 146થી વધુ ઓબીસી જ્ઞાતિઓનો સમાવેશ થતો હોવા છતાં તેમને વસ્તીના પ્રમાણમાં યોગ્ય બજેટ ફાળવવામાં આવતું નથી. SC અને ST સમુદાયો માટે અલગ વિભાગો અને મંત્રાલયો હોવાથી તેમનો વિકાસ વધુ કેન્દ્રિત રીતે થાય છે, જ્યારે OBC વર્ગ માટે આવી કોઈ અલગ વ્યવસ્થા નથી. આ રજૂઆતનો મુખ્ય હેતુ સામાજિક ન્યાય, સમાનતા અને સમાવેશી વિકાસ સુનિશ્ચિત કરવાનો છે. જો સરકાર દ્વારા અલગ મંત્રાલયની રચના કરવામાં આવે તો OBC સમુદાયના ઉત્થાન માટે વધુ ચોકસાઈપૂર્વક અને કેન્દ્રિત વિકાસ યોજનાઓ અમલમાં મૂકી શકાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. આમ હવે OBC સમાજના અલગ મંત્રાલય અંગે રજૂઆત કરી છે. જોકે, હરિભાઈ ચૌધરી અગાઉ GPSC પરીક્ષામાં OBC સમુદાયને થતાં અન્યાય અંગે પણ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે. હવે OBC સમુદાયના માટે અલગ મંત્રાલય માટે રજૂઆત PM મોદીને કરી છે.

વધુમાં રજૂઆત કરતાં તેમણે લખ્યું, 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જાતિની વસ્તી 15 % અને અનુસૂચિત જનજાતિની વસ્તી અંદાજે 7-8 % છે. તેની સરખામણીએ વિવિધ અંદાજો મુજબ OBC સમાજની વસ્તી 50 %થી વધુ હોવા છતાં તેમના માટે કોઈ અલગ મંત્રાલય નથી. આ તફાવતને દૂર કરવા માટે હરિભાઈ ચૌધરીએ આગામી 2027ની વસ્તી ગણતરીમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની પણ આગ્રહભરી માગ કરી છે, જેથી ઓબીસી સમાજનો સચોટ ડેટા મળી શકે અને તે મુજબ નીતિઓ ઘડી શકાય….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *