રાજકોટમાં પણ રખડતા શ્વાનનો આતંક યથાવત.

Featured Video Play Icon
Spread the love

રાજકોટમાં પણ રખડતા શ્વાનનો આતંક યથાવત.
રસીકરણ અને ખસીકરણ માટે 1.13 કરોડનો ખર્ચ છતાં શ્વાનોનો આતંક.
છેલ્લા 4 મહિનામાં 6 હજાર લોકો પર શ્વાનોએ કર્યો હુમલો.

એકબાજુ રખડતા શ્વાનના મામલે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ કડક વલણ અપનાવી રહી છે, ત્યારે બીજી તરફ રાજકોટ શહેરમાં રખડતા શ્વાનનો આતંક ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે.

એકબાજુ રખડતા શ્વાનના મામલે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ કડક વલણ અપનાવી રહી છે, ત્યારે બીજી તરફ રાજકોટ શહેરમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. મહાનગરપાલિકાના સત્તાવાર ચોપડે નોંધાયેલા આંકડાઓ એટલા ચોંકાવનારા છે કે જે રાજકોટવાસીઓની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કરે છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર વર્ષ 2025 દરમિયાન સમગ્ર રાજકોટમાં કુલ 17,634 લોકો શ્વાન કરડવાનોશિકાર બન્યા હોવાની સત્તાવાર વિગતો સામે આવી છે. રાજકોટમાં રખડતા શ્વાનના ત્રાસ કઈ હદે વધી ગયો છે તેનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય તેમ છે કે ચાલુ વર્ષના શરૂઆતના માત્ર ચાર મહિનામાં જ 6,000 જેટલા લોકો શ્વાન કરડવાનો શિકાર બન્યા છે. મનપાના આરોગ્ય વિભાગના સત્તાવાર અહેવાલ મુજબ, વર્ષની શરૂઆત થતાં જ જાન્યુઆરી માસમાં સૌથી વધુ 1,695 લોકોને શ્વાને બચકા ભર્યા હતા, જ્યારે ફેબ્રુઆરી માસમાં આ આંકડો 1,372 નોંધાયો હતો. આ સિવાય માર્ચ મહિનામાં શ્વાન કરડવાના વધુ 1,379 કેસ સામે આવ્યા હતા અને એપ્રિલ માસમાં પણ ડાઘીયાઓનો આતંક યથાવત રહેતા વધુ 1,553 લોકોને શિકાર બનાવ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં રખડતા શ્વાનનો ત્રાસ કેટલો વધી ગયો છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે ચાલુ વર્ષના છેલ્લા માત્ર ચાર મહિનામાં જ 6 હજાર જેટલા લોકોને શ્વાને બચકા ભર્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં શ્વાનની વસ્તી નિયંત્રણમાં લેવા માટે ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું છે. એનજીઓ અને એજન્સીઓ પાછળ લાખોના બિલ ચૂકવાઈ રહ્યા છે, છતાં સોસાયટીઓ અને જાહેર માર્ગો પર ડાઘીયાઓનો આતંક ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. સ્થાનિક રહીશોનો આરોપ છે કે મનપાની શ્વાન પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ મજબૂત દેખાઈ રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *