ગુજરાત સ્થાપના દિન એટલે કે ગુજરાત ગૌરવ દિવસની સુરતમાં ઉજવણી
ઉમરા પાર્ટી પ્લોટ ખાતે મશાલ પીટીનુ આયોજન કરાયુ
નાયબ મુખ્યમંત્રી અને ધારાસભ્યો, સાંસદ સહિતનાઓ હાજર
ગુજરાત સ્થાપના દિન એટલે કે ગુજરાત ગૌરવ દિવસની સુરતમાં રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ હોય ત્યારે ઉમરા પાર્ટી પ્લોટ ખાતે મશાલ પીટીનુ આયોજન કરાયુ હતું. જેમાં નાયબ મુખ્યમંત્રી અને ધારાસભ્યો, સાંસદ સહિતનાઓ હાજર રહ્યા હતાં.
સુરત શહેરમાં ગુજરાત ગૌરવ દિવસ 2026ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ઉમરા પાર્ટી પ્લોટ ખાતે આજે મશાલ પીટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. એસ.એમ.સી. ગ્રાઉન્ડ ઉપર ગુજરાત પોલીસના જવાનો દ્વારા શાનદાર ફોર્મેશન, ટેટૂ શો અને બેન્ડ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં નગરજનોએ હાજરી આપી આ ગૌરવશાળી દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતાં. ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ધારાસભ્ય સંગીતા પાટીલ, ધારાસભ્ય સંદિપ દેસાઈ, ધારાસભ્ય મનુ પટેલ તેમજ સાંસદ મુકેશ દલાલ ઉપસ્થિત રહ્યા હતાં.
સુરત ઉંમરામાં એસ.એમ.સી.ના ગ્રાઉન્ડ ઉપર ગુજરાત પોલીસના અંદાજે 300 જેટલા જવાનોએ વિવિધ ફોર્મેશન રજૂ કરીને સૌનું મન મોહી લીધું હતું. સાથે જ ટેટૂ શો અને પોલીસ બેન્ડના પ્રદર્શનથી કાર્યક્રમમાં દેશભક્તિ અને ગૌરવનો માહોલ સર્જાયો હતો. તો મોટી સંખ્યામાં નગરજનોએ હાજર રહી ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને દેશપ્રેમના રંગમાં રંગાયો હતો.
