મહેસાણા ઊંઝામાં માં ઉમિયાની ભવ્ય પાલખી યાત્રા નીકળી.
વૈશાખ સુદ પૂનમના પવિત્ર દિવસે નગરચર્યાએ નીકળ્યા માં ઉમિયા.
દર વર્ષની જેમ આ વર્ષે પણ મા ઉમિયાનો રથ નગરચર્યાએ નીકળી હ
મહેસાણા કડવા પાટીદારોની કુળદેવી અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક સમાન શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા ખાતે આગામી વૈશાખ સુદ પૂનમના પવિત્ર દિવસે ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ મા ઉમિયાનો રથ નગરચર્યાએ નીકળી હતી
ગઈકાલે મહેસાણા ઊંઝા ખાતે આગામી વૈશાખ સુદ પૂનમના પવિત્ર દિવસે ભવ્ય નગરયાત્રાને પગલે પ્રેસ કોન્ફરન્સમાં સંસ્થાનના માનદ મંત્રી જયંતીભાઈ એચ. પટેલે પત્રકારોને સંબોધતા નગરયાત્રાના રૂટ, સમય અને વ્યવસ્થાઓ અંગેની સંપૂર્ણ રૂપરેખા પૂરી પાડી હતી. આ પ્રસંગે સમગ્ર ઊંઝા શહેર અને આસપાસના પંથકમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દર વર્ષે વૈશાખ સુદ પૂનમના પવિત્ર દિવસે ઊંઝામાં નગરયાત્રા કાઢવાની પરંપરા છે. તે મુજબ આગામી તારીખ 1 મે, 2026ના રોજ આ ભવ્ય નગરયાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં માત્ર ઊંઝા શહેરના નગરજનો જ નહીં, પરંતુ વિવિધ ભક્ત મંડળો અને ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા
હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને નગરયાત્રા 8 કિલોમીટર જેટલી લાંબી હોવાથી ભક્તોને તાપનો સામનો ન કરવો પડે તે માટે સંસ્થાન દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8 વાગ્યે યાત્રા શરૂ થઇ હતી, પરંતુ જેમ જેમ દિવસ ચડશે તેમ ગરમીનો પારો ઊંચકાતા સવારે 10:00 વાગ્યા પછી યાત્રા જે વિસ્તારોમાંથી પસાર થવાની હતીત્યાં ઠેર-ઠેર વિશાળ મંડપો બાંધવામાં આવ્યા છે. આ છાંયડાની વ્યવસ્થાના કારણે દર્શનાર્થીઓ અને યાત્રાળુઓને ધોમધખતા તાપમાં રાહત મળશે અને તેઓ વિના વિઘ્ને યાત્રાનો લાભ લઈ શકશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
