સુરતમાં ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટમાં ઓપરેશન શીલ્ડ મોકડ્રીલ યોજાઈ,
બ્લેકઆઉટને આખા શહેરમાં મિશ્ર પ્રતિસાદ
સુરતની ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટમાં ઓપરેશન શીલ્ડ મોકડ્રીલ યોજાઈ, બ્લેકઆઉટને આખા શહેરમાં મિશ્ર પ્રતિસાદ
દુશ્મન દેશના હુમલા સામે સંરક્ષણની તૈયારીઓને વધારવા ગૃહ મંત્રાલય દ્વારા ઓપરેશન શિલ્ડ મોકડ્રીલનું આયોજન કરવા અને સાંજે 8થી 8.30 સુધી બ્લેકઆઉટની સૂચના આપવામાં આવી હતી. શહેરના ઉમરવાડા ખાતે આવેલી ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટમાં ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ યોજાઈ હતી. માર્કેટના બીજા માળે દુશ્મન દેશ દ્વારા એર સ્ટ્રાઈકના કારણે આગ લાગવાના કારણે બીજા માળે અને ટેરેસ પર લોકો ફસાયા હોવાથી ઈમરજન્સી ઓપરેશન હાથ ધરાયું હતું. માર્કેટમાં હાજર 3 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તેમજ ટેરેસ પર ફસાયેલા લોકોને ટર્ન ટેબલ લેડરની મદદથી રેસ્ક્યુ કરી નીચે ઉતારવામાં આવ્યા હતા. સિવિલ ડિફેન્સ અને આરોગ્ય સ્ટાફ દ્વારા ઈજાગ્રસ્ત થયેલા 79 લોકોને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.