માંડવીની સામાન્ય સભામાં ઉપપ્રમુખની વરણી.
માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી.
માંડવી તાલુકા પંચાયત હોલ ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે શારદાબેન વસાવા તથા ઉપપ્રમુખ તરીકે રીતેશભાઈ ચૌધરીને નિમણૂક કરાય.
માંડવી તાલુકા પંચાયત હોલ ખાતે આજરોજ માંડવી તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશની ગાઇડ લાઈન અનુસાર પ્રમુખ ઉપપ્રમુખ ની વરણી મેન્ડેટ આપવામાં આવેલ હતા આ મેન્ડેટ માંડવી તાલુકા ભાજપ પ્રભારી દિનેશભાઈ પટેલ દ્વારા વાંચન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ તરીકે શારદાબેન કમલેશભાઈ વસાવા ઉપપ્રમુખ તરીકે રિતેશભાઈ પ્રેમાભાઈ ચૌધરી તેમજ કારોબારી અધ્યક્ષ તરીકે જયંતીભાઈ બાબુભાઈ ચૌધરી શાસક પક્ષના નેતા કમલેશભાઈ જશવંતભાઈ ચૌધરી અને દંડક તરીકે સુમિત્રાબેન વસાવા ના નામોની જાહેરાત કરવામાં આવી હતી.
જેને સૌ કાર્યકરોએ ઉમળકાભેર વધાવી લઈ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા તેમજ માંડવી તાલુકા પંચાયત હોલ ખાતે પ્રથમ સામાન્ય સભા ટીડીઓ રાજેન્દ્રસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે શારદાબેન વસાવા ઉપપ્રમુખ તરીકે રીતેશભાઈ ચૌધરી ના નામોની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ આજરોજ પ્રમુખ ઉપપ્રમુખ તથા તમામ હોદ્દેદારોએ પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના સભ્ય નિરવભાઈ લાડ, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ આશિષભાઈ ચૌધરી મહામંત્રી, છનાભાઇ ચૌધરી, હિતેશભાઈ ચૌધરી, કમલેશભાઈ ચૌધરી તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…..
