સુરત હળદરૂમાં સિલ્વર પ્લાઝામાં ભીષણ આગ

Featured Video Play Icon
Spread the love

સુરત હળદરૂમાં સિલ્વર પ્લાઝામાં ભીષણ આગ
ફાયર બ્રિગેડે તાત્કાલિક સ્થળે પહોંચી આગ કાબુમાં લીધી

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે હળદરૂમાં સિલ્વર પ્લાઝામાં ભીષણ આગ લાગતા ફાયર બ્રિગેડે તાત્કાલિક સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો કરી ભારે જહેમતે કાબુ મેળવ્યો હતો.

સુરતમાં રોજેરોજ આગના બનાવો સામે આવતા હોય છે ત્યારે સુરતના હળદરૂમાં આવેલા સિલ્વર પ્લાઝામાં અચાનક ભીષણ આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં એક દુકાન આગની લપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો કરી ભારે જહેમતે કાબુ મેળવ્યો હતો. તો આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા હાશકારો અનુભવાયો હતો. જ્યારે આગ લાગવાનુ કારણ જાણી શકાયુ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *