સુરતમાં ખાડીપૂરના લીધે ખેતરોમાં ભારે નુકસાન.
ખેડૂત આગેવાન જયેશ દેલાડે સહાય પેકેજની કરી માગ.
ખેતરોમાં પાણી ભરાતા ડાંગરના પાકને ભારે નુકસાન
સુરતમાં ખેડૂત આગેવાનોએ રાજ્ય સરકાર સમક્ષ ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા માટે વિશેષ પેકેજ જાહેર કરવાની માંગ કરી છે.
સુરતમાં ખાડીપૂરથી ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતાં ડાંગરનું ધરુ કોહવાઈ ગયું છે, શાકભાજીના પાક બરબાદ થયા છે અને અનેક વિસ્તારોમાં વાવણીનું કામ પણ સંપૂર્ણપણે અટકી ગયું છે. જો વહેલી તકે પાણીનો નિકાલ નહીં થાય તો ખેડૂતોને ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડશે. દક્ષિણ ગુજરાતમાં બે-ત્રણ દિવસ સુધી સતત વરસેલા ભારે વરસાદથી, સુરત જિલ્લાના ખેડૂતો માટે ગંભીર સ્થિતિ ઊભી કરી છે. ખાસ કરીને કામરેજ, માંડવી, પલસાણા, મહુવા અને ઓલપાડ તાલુકામાં આવેલી 15થી વધુ મુખ્ય ખાડી પર થયેલા ગેરકાયદેસર દબાણો અને પુરાણોને કારણે વરસાદી પાણીના કુદરતી નિકાલનો માર્ગ અટકી ગયો છે. પરિણામે ખાડીની આસપાસ આવેલ હજારો એકર ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને ડાંગર તેમજ શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતોનું કહેવું છે.
ખેડૂત આગેવાનોએ રાજ્ય સરકાર સમક્ષ ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા માટે વિશેષ પેકેજ જાહેર કરવાની માંગ કરી છે. તેમના જણાવ્યા મુજબ, ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતાં ડાંગરનું ધરુ કોહવાઈ ગયું છે, શાકભાજીના પાક બરબાદ થયા છે અને અનેક વિસ્તારોમાં વાવણીનું કામ પણ સંપૂર્ણપણે અટકી ગયું છે. જો વહેલી તકે પાણીનો નિકાલ નહીં થાય તો ખેડૂતોને ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડશે. સુરત જિલ્લાના અનેક વિસ્તારોમાં આવેલી ખાડીઓ વર્ષોથી ઔદ્યોગિકીકરણ, બિલ્ડરો દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણો અને પુરાણોના કારણે સાંકડી બની ગઈ છે. અને વર્ષોવર્ષ વધુ સાંકડી બનતી જાય છે. કેટલીક જગ્યાએ ખાડીઓના મુખ જ બંધ થઈ જતાં વરસાદી પાણી, નદી કે દરિયામાં પહોંચવાને બદલે સીધું આજુબાજુના ખેતરોમાં ફરી વળે છે. જેના કારણે પાંચ તાલુકામાં અનેક ગામોમાં ખેતીની જમીન પાણીમાં ડૂબી ગઈ છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
