કિમ–માંડવી–વદેશિયા–નૌગામા માર્ગ બન્યો અકસ્માતનો ‘ઝોન’

Featured Video Play Icon
Spread the love

કિમ–માંડવી–વદેશિયા–નૌગામા માર્ગ બન્યો અકસ્માતનો ‘ઝોન’
તાત્કાલિક સુરક્ષા પગલાંની માંગ

કિમ–માંડવી–વદેશિયાથી નૌગામા સુધીનો માર્ગ છેલ્લા કેટલાક સમયથી ગંભીર અકસ્માતોના કારણે લોકોમાં ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા અંદાજે છ મહિનામાં આ માર્ગ પર અનેક ગંભીર અકસ્માતો સર્જાયા છે, જેમાં ત્રણ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે.

આજરોજ પણ કિમ–માંડવી–વદેશિયાથી નૌગામા નજીક ત્રણ વાહનો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટુ-વ્હીલર પર સવાર ત્રણેય લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે અને તેમના પગમાં ફ્રેક્ચર થયાની માહિતી મળી છે. અકસ્માત બાદ જવાબદાર વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. વારંવાર બનતા અકસ્માતો હવે ગંભીર ચેતવણી સમાન છે. જો તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં વધુ નિર્દોષ લોકો જીવ ગુમાવે તેવી ભીતિ સ્થાનિકોમાં વ્યાપી છે.

નોંધનીય છે કે, આ અકસ્માતો અગાઉ પણ સ્થાનિક આગેવાનો, સરપંચો અને ગ્રામજનોએ માર્ગની સુરક્ષા અંગે સંબંધિત અધિકારીઓ સમક્ષ અનેક વખત રજૂઆતો કરી હતી. રસ્તા પર સ્પીડ નિયંત્રણ, ચેતવણીના બોર્ડ, યોગ્ય માર્કિંગ, સ્ટ્રીટ લાઇટ અને અન્ય જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ ઊભી કરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ જિલ્લા તંત્ર તથા સંબંધિત વિભાગોને આ માર્ગ પર તાત્કાલિક સર્વે કરીને જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ અમલમાં મૂકવાની અને અકસ્માતોની પુનરાવર્તન અટકાવવા કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *