ભાવનગરમાં આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇ સતર્ક

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇ સતર્ક
રથયાત્રાને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ એલર્ટ
પોલીસ દ્વારા મેગા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું

ભાવનગર શહેરમાં આગામી સમયમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી ભાવનગર પોલીસ દ્વારા મેગા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાવનગર શહેરમાં આગામી સમયમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને અનુલક્ષી ફૂટ પેટ્રોલિંગમાં ભાવનગર રેન્જના આઈજી, ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક (એસ.પી.), ડીવાયએસપી સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. પેટ્રોલિંગ દરમિયાન શહેરના સંવેદનશીલ વિસ્તારો, મુખ્ય માર્ગો તેમજ ખાસ કરીને સાંઢીયાવાડ વિસ્તાર અને રથયાત્રાના રૂટ પર પગપાળા પેટ્રોલિંગ કરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.

આ દરમિયાન પોલીસ અધિકારીઓએ સ્થાનિક વેપારીઓ, આગેવાનો અને નાગરિકો સાથે મુલાકાત કરી શાંતિ, સૌહાર્દ અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરી હતી. આગામી રથયાત્રા શાંતિપૂર્ણ અને સુચારૂ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત, સતત પેટ્રોલિંગ અને સઘન દેખરેખ રાખવામાં આવશે હોવાનું અધિકારીઓએ જણાવ્યું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *