સુરતના લિંબાયત મદનપુરા વિસ્તારમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો સામસામે

Featured Video Play Icon
Spread the love

સુરતના લિંબાયત મદનપુરા વિસ્તારમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો સામસામે
કોંગ્રેસની મીટીંગ સમયે ભાજપના કાર્યકરોના ઘુસીને જય શ્રી રામના નારા
હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાતા વાતાવણ તંગ બન્યુ

સુરતના લિંબાયત મદનપુરા વિસ્તારમાં કોંગ્રેસની મીટીંગ સમયે ભાજપના કાર્યકરોએ ઘુસીને જય શ્રી રામના નારા લગાવતા ભાજપ-કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતાં.

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનેો માહોલ ગરમાઈ રહ્યો છે ત્યારે લિંબાયતના મદનપુરમાં પ્રચાર સમયે ભાજપ કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતાં. સોસાયટીમાં કોંગ્રેસની પ્રચાર મીટિંગમાં ભાજપના કાર્યકરોએ ઘુસીને હંગામો કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે.  ભાજપ કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતાં. લિંબાયત વિસ્તારમાં પ્રચાર દરમિયાન હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાતા વાતાવણ તંગ બન્યુ હતું. કોંગ્રેસની સોસાયટી પ્રચાર મીટિંગ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા હતા અને બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ સર્જાયું હતું. જો કે આખરે સોસાયટીમાં લોકોએ છૂટા પાડી મામલો થાળે પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *