ભાવનગરમાં ચૂંટણી ઉમેદવારને જીવથી મારવાની ધમકી
બલ્લીભાઈ ઝાલા નામના શખ્સ પર ધમકીનો આક્ષેપ
ભાવનગરમાં ચૂંટણી ઉમેદવારને જીવથી મારવાની ધમકી
ભાવનગરમાં ચૂંટણી દરમિયાનવોર્ડ નં-૩ના ઉમેદવાર હર્ષદીપસિંહ જાડેજાને જાહેરમાં ધમકી મળી છે, મિત્રો સાથે મીટિંગ બાદ ઘટના બન્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. નશાની હાલતમાં આવીને બલ્લીભાઈ ઝાલા નામના શખ્સ પર ધમકીનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેને પગલે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે, ઉમેદવારે પોલીસ પાસે તાત્કાલિક FIR અને કાર્યવાહી ની માંગ કરતા સાથે ભાવનગરમાં લુખ્ખા તત્વો સક્રિય હોવાનો આક્ષેપ પણ કર્યો છે
