સુરતમાં ફરી શ્રીજીના પંડાલમાં ચોરીની ઘટના બની
વિષ્ણુનગર સોસાયટીના ગેટ નંબર 3 પાસે ઘટના બની
ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઇ
સુરતમાં ફરી શ્રીજીના પંડાલમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઉધના વિસ્તારમાં વિષ્ણુનગર સોસાયટીના ગેટ નંબર ત્રણ પાસે ધોળા દિવસે ટાબરીયાઓ પંડાલમાંથી ચોરી કરી ગયા હોવાનું કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરતમાં જાણે કળયુગ દેખાઈ રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. થોડાક દિવસ પહેલા મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 7 થી 8 ગણેશ પંડાલોમાં ચોરી થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. અને પોલીસ ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. ત્યારે હવે ઉધના વિષ્ણુનગર સોસાયટી ગેટ નંબર ત્રણ પાસે ધોળા દિવસે ગણેશ પંડાલમાં દાન પેટીની ચોરી થઈ હતી. અજાણ્યા ટાબરીયાઓ ગણેશ પંડાલમાં લાગેલો પરદો ઉંચકીનેગણેશ પંડાલમાં જઈ સામાન કોથળામાં નાંખી ત્યાંથી ચાલતી પકડતા હોવાનું સીસીટીવમાં કેદ થયુ હોય જેને લઈ હાલ તો ઉધના પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
