સુરતમાં કૃત્રિમ તળાવો પાણીમાં ગરકાવ
ભારે વરસાદને લઈ તાપી નદીની જળ સપાટીમાં વધારો
ગણેશ વિસર્જનને લઈ તાપી નદીના કિનારે બનાવાયેલા કૃત્રિમ તળાવો હાલ ભારે વરસાદને લઈ ઉકાઈ ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે કૃત્રિમ તળાવો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
ગણેશોત્સવને લઈ તાપી નદીના કિનારાઓ પર કૃત્રિમ તળાવો બનાવવામાં આવે છે જેથી પીઓપીની મુર્તિઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાય છે. જો કે હાલમાં ઉકાઈ ડેમમાંથી ભારે માત્રામાં પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યુ હોય સાથે સુરત શહેર અને જિલ્લા સાથે તાપીના ઉપરવાસમાં ભારે વરસાદને લઈ તાપી નદીની જળ સપાટીમાં વધારો થયો છે. ત્યારે તાપી નદીના કિનારા પર બનાવાયેલા કૃત્રિમ તળાવો હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો નાવડી ઓવારા પર પણ પાણી ઉપર સુધી આવી જતા શનિવારે વિસર્જન સમયે સમસ્યાઓ ઉભી થશે તેમ લાગી રહ્યુ છે.
