સુરતની સારોલી પોલીસે મંદિરોમાં ચોરી કરનારને ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતની સારોલી પોલીસે મંદિરોમાં ચોરી કરનારને ઝડપ્યા
મંદિરોમાં ચોરીને અંજાણ આપનાર રીઢાને સુરતમાંથી ઝડપયા
ચોરાયેલ 8 લાખ 50 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી

સુરતની સારોલી પોલીસે કર્ણાટકના અલગ અલગ જીલ્લાઓમાં મંદિરોમાં ચોરીને અંજાણ આપનાર રીઢાને સુરતમાંથી ઝડપી પાડી તેની પાસેથી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ એસઆર વેકરીયાની ટીમ પીએસઆઈ યુબી મેંદપરા ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો હિંમતભાઈ તથા અપોકો મનિષભાઈને મળેલી બાતમીના આધારે કર્ણાટકના અલગ અલગ ત્રણ જિલ્લાના ચાર પોલીસ સ્ટેશન વિસ્તારના ચાર મંદિરોમાં ચોરીને અંજામ આપી ચાંદીના દાગીના તથા મોબાઈલ ચોરનાર રીઢા ચોર એવા ભુરજી ખેમચંદ મખોડીયા તથા વિજય બાબુ ગુંડીયાને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલ 8 લાખ 50 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *