સુરતના સીટીલાઈટ વિસ્તારમાં કોન્ટ્રાક્ટરનુ પટકાતા મોત
ફર્નિચર કોન્ટ્રાક્ટરનુ પટકાતા મોત નિપજ્યુ
પૈસાની લેતી દેતીમાં જબરદસ્તી કરી ધક્કો મારી ફેંકી દેતા મૌત
સુરતના સીટીલાઈટ વિસ્તારમાં ફર્નિચર કોન્ટ્રાક્ટરનુ પટકાતા મોત નિપજ્યુ હોય પરિવાર દ્વારા કોઈએ પૈસાની લેતી દેતીમાં જબરદસ્તી કરી ધક્કો મારી ફેંકી દઈ હત્યા કરી હોવાના આક્ષેપો કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
સુરતમાં ફરી એક શંકાસ્પદ મોતને લઈ પરિવારે હત્યાના ગંભીર આક્ષેપો કર્યા હતાં. વાત એમ છે કે મુળ રાજસ્થાનના ઉદયપુરનો અને હાલ પાંડેસરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા ફર્નિચર કોન્ટ્રાક્ટર 40 વર્ષીય મંગેશ સુતાર સીટીલાઈટ વિસ્તારમાં ફર્નિચરનુ કોન્ટ્રાક્ટર પર કામ કરતા હતા ત્યારે પટકાતા મોત નિપજ્યુ હતું. જો કે પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયો હતો કે પૈસાની લેતી દેતી અને જબરદસ્તી કામ કરાવવાના મુદ્દે ઝઘડો થયા બાદ મંગેશને ધક્કો મારી નીચે ફેંકી દેવાતા તેનુ મોત નિપજ્યુ હોવાના આક્ષેપો કર્યા હતાં. હાલ તો મંગેશના મોતને લઈ પત્નિ અને બે દિકરીઓના માથેથી છત્રછાયા હટી ગઈ છે. પરિવારના આક્ષેપને લઈ હાલ તો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
