જિગીષા પટેલે કહ્યું જયરાજસિંહ સામે પડે તેને ફસાવાની મોડસ ઓપરેન્ડી ચાલે છે
ખાખીની આડમાં કરેલા કૃત્યોનાં ફળ ભોગવવાં પડશે
અલ્પેશ કથીરિયા ગૃહ રાજ્યમંત્રીને મળ્યા,
ગોંડલમાં સામાજિક અને રાજકીય ધમસાણ અટકવાનું નામ નથી લેતું. ગત 27 એપ્રિલે પાટીદાર આગેવાન અને ભાજપનેતા એવા અલ્પેશ કથીરિયા, જિગીષા પટેલ અને ધાર્મિક માલવિયાએ ગોંડલની મુલાકાતમાં ગોંડલને મિર્ઝાપુર સાથે સરખાવ્યું હતું. આ સમગ્ર મામલે બંને પક્ષના સમર્થકો સામસામે આવી ગયા છે ત્યારે ફરી એકવાર આક્ષેપ બાજી શરુ થઇ છે
રાજકોટમાં ગોંડલની મુલકર દરમિયાન પાટીદાર દીકરી જિગીષા પટેલે અમિત ખૂંટ બાબતે કહ્યું હતું કે જ્યારે રાજકુમાર જાટનું મૃત્યુ થયું તો તેના લોકેશન બાબતે પોલીસ પિતાને ગેરમાર્ગે દોરતી હતી. અમિત ખૂંટના હત્યારાઓ મીડિયામાં બાઈટ આપે છે, પરંતુ પોલીસને તેનું લોકેશન મળતું નથી. નિખિલ દોંગાના ઇન્ટરવ્યૂ પછી એ ખબર પડે છે કે જે લોકો જયરાજસિંહ અને ગણેશ જાડેજા સામે પડે તેને અલગ અલગ ગુનાઓમાં ફસાવી હેરાનપરેશાન કરવામાં આવે છે, પોલીસને ષડ્યંત્ર કરવામાં મજા આવે છે. જૂનાગઢમાં રાજુ સોલંકીના પુત્ર ઉપર અત્યાચાર થયો ત્યારે તે ગોંડલ આવી અને જયરાજસિંહ જાડેજા સામે અવાજ ઉઠાવે છે ત્યારે તેની સામે ગુજસીટોક લગાવી દેવામાં આવે છે. નિખિલ દોંગા બંડ પોકારે છે તો એના થોડા સમયમાં તેની પર પણ ગુજસીટોક લગાવી દેવામાં આવે છે. દિનેશ પાતર લડે છે તો તેનો જેલયોગ ચાલુ થઈ જાય છે. આ જ રીતે પીયૂષ રાદડિયા અમારી રેલીને સમર્થન આપવા માટે આવે છે તો તેનો પણ જેલયોગ ચાલુ થઈ જાય છે. પીયૂષ રાદડિયા હાલ હોસ્પિટલના ખાટલે પડ્યા છે તો એમાં પોલીસને ષડ્યંત્ર લાગતું નથી, કારણ કે પોલીસ પોતે ષડ્યંત્રમાં સામેલ છે. પીયૂષ રાદડિયાની ખરાબ પરિસ્થિતિ હતી ત્યારે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં નથી આવ્યા.
અલ્પેશ કથીરિયાના ગોંડલ પ્રવાસ દરમિયાન થયેલા વિવાદ બાદ ત્યાંની પોલીસની કામગીરી પર અલ્પેશ કથીરિયા સવાલ ઉઠાવી રહ્યા છે. આ મામલે અલ્પેશ કથીરિયાએ ગૃહ રાજ્યમંત્રી સાથે બેઠક યોજી સમગ્ર સ્થિતિ અંગે તેમને વાકેફ કર્યા હતા. અલ્પેશ કથીરિયાના જણાવ્યા મુજબ ગૃહ રાજ્યમંત્રીએ સમગ્ર બાબત અંગે નિરાકરણ આવશે એવી ખાતરી આપી હતી. આ મામલે કરેલી ફેસબુક પોસ્ટમાં અલ્પેશ કથીરિયાએ કહ્યું છે કે ગોંડલ દર્શનમાં મારી સાથે જોડાયેલા યુવાનોને કોઈનાં ઇશારે ખોટા કેસમાં ફસાવવા કે હેરાન કરવાનું કૃત્ય કરનાર ચોક્ક્સ પોલીસને સુધરવા માટેની અંતિમ તક… કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો…બાકી બંગલેથી કોઈ બચાવવા નહીં આવે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી