ગોધરામાં રાજ્યકક્ષાના કૃષિમંત્રી રમેશ કટારાએ માંગી માફી.

Featured Video Play Icon
Spread the love

ગોધરામાં રાજ્યકક્ષાના કૃષિમંત્રી રમેશ કટારાએ માંગી માફી.
શિક્ષકોની કાર્યપદ્ધતિ અંગેના નિવેદન મામલે માંગી માફી.
રમેશ કટારાએ વિવાદિત નિવેદન પરત ખેંચ્યું.

ગોધરાના સ્વામિનારાયણ મંદિર ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હાજર રહેલા કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ મંચ પરથી સંબોધન કરતી વખતે શિક્ષકોને આડે હાથ લીધા હતા અને તેમની માનસિકતા તેમજ કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

ગોધરાના સ્વામિનારાયણ મંદિર ખાતે મંત્રી રમેશ કટારાએ શિક્ષકોના વિરોધ પ્રદર્શન પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, શિક્ષકોએ 8મા અને 10મા નાણાં પંચ સુધીના તમામ પ્રકારના આર્થિક લાભો મેળવી લીધા છે, તેમ છતાં તેમની ભૂખ ભાગતી નથી. ઉચ્ચ પગાર અને તમામ સરકારી સુવિધાઓ ભોગવ્યા બાદ પણ શિક્ષકો સરકાર સામે અવારનવાર વિરોધ પ્રદર્શનો કરતા રહે છે. તેમણે ઉમેર્યું કે, આટલો મોટો પગાર લેવા છતાં શિક્ષકો પૂરતું કામ કરવા તૈયાર નથી. કૃષિ મંત્રીએ વર્ગખંડના વાતાવરણ અને શિક્ષણની ગુણવત્તા પર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, આજનો શિક્ષક વર્ગખંડમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના બદલે પોતાના મોબાઈલ ફોનમાં જ વ્યસ્ત રહે છે હવે પલ્ટી મારતા શિક્ષકોની કાર્યપદ્ધતિ અંગેના નિવેદન મામલે માફી માંગી છે

આ કાર્યક્રમમાં શિક્ષકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. તેમની જ હાજરીમાં સરકારના એક જવાબદાર મંત્રી દ્વારા જાહેરમાં આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવતા હવે આ મુદ્દો સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા અને વિવાદનો વિષય બન્યો છે. પગારપંચ મળવા છતાં શિક્ષકોની ભૂખ નથી ભાગતી તેવા કૃષિ રાજ્યમંત્રીના નિવેદનથી ભારે આક્રોશ જોવા મળયો હતો અને માફી નહીં માંગે તો શિક્ષક સંઘે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી…….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *