લાજપોરમાં ફરી હિટ એન્ડ રનની ઘટના

Featured Video Play Icon
Spread the love

લાજપોરમાં ફરી હિટ એન્ડ રનની ઘટના
જેલ સામે રોડ ક્રોસ કરતા યુવાનને ટ્રકની ટક્કર
અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત યુવાનનું મોત
અજાણ્યો ટ્રક ચાલક અકસ્માત બાદ ફરાર
લાજપોર પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી

સુરતના લાજપોર ગામમાંથી ફરી હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં લાજપોર જેલની સામે પેટ્રોલ પંપ નજીક રોડ ક્રોસ કરી રહેલા યુવાનને અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારી હતી. અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયેલા યુવાનને પરંતુ તબીબે મૃત જાહેર કર્યો હતો.

સુરતના લાજપોર ગામમાં હિટ એન્ડ રનની ઘટનાથી બની હતી. લાજપોર જેલની સામે આવેલા પેટ્રોલ પંપ નજીક રહેમાન નામનો યુવાન રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે તેમને ટક્કર મારી હતી. ટ્રકની ટક્કરથી રહેમાનને કમરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ તેમને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સુરત સિવિલ હોસ્પિટલમાં હાજર તબીબોએ તપાસ બાદ રહેમાનને મૃત જાહેર કર્યા હતા. અકસ્મતમાં પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. હાલ અજાણ્યા ટ્રક ચાલકની ઓળખ અને અકસ્માત અંગેની વધુ વિગતો મેળવવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *