સુરતની ભેસ્તાન પોલીસે મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢી
પોલીસે મુદ્દા માલ રિકવર કરી આરોપીની ધરપકડ કરી
સુરતની ભેસ્તાન પોલીસે મોબાઈલ ચોરીના ગુના નો ભેદ ઉકેલ કરી મુદ્દા માલ રિકવર કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે ભેસ્તાન પોલીસે જણાવ્યું હતું કે ભેસ્તાન પોલીસની ટીમને બાતમી મળી હતી કે એક ઈસમ ચોરીનો મોબાઇલ વેચવા માટે ચડાલ ચોકડી પાસે ઉભો છે. જેથી પોલીસે વોચ ગોઠવી બાતમી વાળા ઈસમ ની પૂછ પરછ કરી હતી અને તેની પાસેથી ચોરીનો મોબાઈલ ફોન રિકવર કર્યો હતો. પોલીસે અરબાઝ રફીક કુરેશીની ધરપકડ કરી કાયદેસરનિ કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે આરોપીની ધરપકડ કરી મુદામાલ રિકવર કર્યો છે.