ગુજરાતમાં ગાયને રાષ્ટ્રમાતાનો મળશે દરજ્જો.
ટૂંક સમયમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા કાયદો ઘડાશે.
સંતોની માગ સીએમભૂપેન્દ્ર પટેલે સ્વીકારી.
કચ્છના 5 સંતો સાથે સીએમએ કરી બેઠક
કચ્છના અબડાસામાં ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માગ સાથે યોગી દેવનાથ બાપુ અનશન અને ધરણા બેઠા છે ત્યારે આ આંદોલનને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સમર્થન આપ્યું છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી જેને પગલે કચ્છના 5 સંતો સાથે સીએમએ બેઠક કરી
ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માગ સાથે યોગી દેવનાથ બાપુએ સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી અમારું અનશન ચાલુ રહેશે. અબડાસાના નખત્રાણા ખાતે યોગી દેવનાથ બાપુના નેતૃત્વમાં ચાલી રહેલા ધરણામાં ગુજરાતભરમાંથી સાધુ-સંતો, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને સ્થાનિક લોકો જોડાયા હતા. પાંચમા દિવસે યોગી દેવનાથ બાપુની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા. ગાયને હિન્દુ ધર્મમાં “કામધેનુ” અને 33 કરોડ દેવી-દેવતાઓનું પ્રતીક માનવામાં આવે છે. આ માગ ગાયના રક્ષણ અને સન્માન માટે કરવામાં આવી રહી છે. દેવનાથ બાપુએ જણાવ્યું કે, “ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાથી ગૌ-રક્ષણ અને પર્યાવરણનું જતન થશે જે ગુજરાતની સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે. આજે કચ્છના 5 સંતો સાથે CMએ બેઠક કરતા ગુજરાતમાં ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળશે અને ટૂંક સમયમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા કાયદો ઘડાશે આંદોલન ગુજરાતમાં ગાયના રક્ષણના મુદ્દે રાજકીય અને સામાજિક ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગુજરાતમાં ગૌ-રક્ષણ કાયદા હેઠળ ગાયની હત્યા પર પહેલેથી જ પ્રતિબંધ છે, પરંતુ આંદોલનકારીઓ ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપીને તેનું સન્માન અને રક્ષણ વધારવાની માગ કરી રહ્યા છે. વેબ સોર્સ મુજબ, ગુજરાતમાં 2017 થી ગૌ-રક્ષણ માટે કડક કાયદાઓ લાગુ છે, અને આ માગ આ દિશામાં વધુ એક પગલું ગણાય છે. સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનો દ્વારા આ આંદોલનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
