સુરત પોલીસનું નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન

Featured Video Play Icon
Spread the love

સુરત પોલીસનું નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન
14 લાખથી વધુની કિંમતનો 28 કિલોથી વધુ ગાંજાનો જથ્થો પકડ્યો
કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ પરથી લાખોના ગાંજા સાથે પકડ્યા

સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ પરથી લાખોના ગાંજાના જત્થા સાથે ત્રણને ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર સહિતનાઓની સુચનાને લઈ યુવાધનને નશાના રવાડે ન ચઢે તે માટે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ સર્જન સોસાયટીની બાજુમાં રોડ પરથી પસાર થતા જ્યુપીટર મોપેડ પર પસાર થતા નિલેશ પરષોત્તમ દુધાત, બેચર બચુભાઈ પટેલ અને રવિ અમૃતભાઈ પરવાળીયાને ઝડપી પાડી તેઓ પાસેના થેલાની ઝડતી લેતા તેમાંથી 14 લાખથી વધુની કિંમતનો 28 કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે ગાંજાનો જથ્થો, મોપેડ, રોકડા રૂપિયા, મોબાઈલ સહિત 14 લાખ 80 હજારથી વધુની મત્તા કબ્જે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *