અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં તોડફોડની ઘટના

Featured Video Play Icon
Spread the love

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં તોડફોડની ઘટના
કર્મચારીઓની સુરક્ષા પર સવાલો ઉઠ્યા….
યુનિવર્સિટીના પૂર્વ કર્મચારીએ તોડફોડ કરતા સુરક્ષા વધારવાની માગ ઉઠી

અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં તોડફોડ કરવામાં આવી છે. બોટની અધ્યાપકની ઓફિસમાં આ તોડફોડ કરવામાં આવી છે. પૂર્વ હંગામી કર્મચારી દ્વારા આ તોડફોડ કરવામાં આવી છે.

અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. પૂર્વ હંગામી કર્મચારીએ બોટની ડિપાર્ટમેન્ટના અધ્યાપકની કાર અને ઓફિસમાં તોડફોડ કરી છે. પૂર્વ કર્મચારીએ ઓફિસના દરવાજાનો કાચ તોડી નાખ્યો છે અને ટેબલ-ખુરશી તથા કારને પણ નુકસાન પહોંચાડ્યું છે. તમને જણાવી દઈએ કે જૂની અદાવતમઆં કર્મચારીએ આ તોડફોડ કરી હોવાની જાણવા મળી રહ્યું છે. એક મહિલાની ફરિયાદ બાદ હંગામ કર્મચારીને 2 વર્ષ પહેલા જ નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે અને આ જૂની અદાવત રાખીને પૂર્વ હંગામી કર્મચારીએ આજે બોટની અધ્યાપકની ઓફિસમાં અને કારમાં તોડફોડ કરી નાખી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ગુજરાત યુનિવર્સિટીની કેન્ટીનમાં જોવા મળતી ગંદકી અને અખાદ્ય ભોજનના મુદ્દે NSUI દ્વારા મોટું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. NSUIના કાર્યકર્તાઓએ કેન્ટીનની તાળાબંધી કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *