સુરતમાં નશાકારક સીરપનું વેચાણ
ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક દવાનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર પર એસઓજીના દરોડા
પોલીસે નશાકારક સીરપનો જથ્થો અને ટેબ્લેટનો જથ્થો કબજે કર્યો
સુરતના SOG પોલીસે ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા મેડીકલ સ્ટોર ઉપર દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના પાલ વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા મેડીકલ સ્ટોર ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી એસઓજી પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટર પાસે પ્રગતી મેડીકલના સંચાલક જય રોહિતભાઈ પપયાને ઝડપી પાડ્યો છે. એસઓજી પોલીસે ડમી ગ્રાહકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે નશાકારક સીરપનો જથ્થો અને ટેબ્લેટનો જથ્થો કબજે કર્યો છે. પોલીસે ૭ હજારથી વધુનો મુદામાલ કબજે કર્યો છે. મેડીકલ સ્ટોરમાંથી મળી આવેલ અને પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી સીરપ તથા ટેબ્લેટના જથ્થા બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે.