કામરેજ તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી નિવૃત્ત
36 વર્ષની સેવા બાદ બી.આર. મૈસૂરિયાને ભવ્ય વિદાય સમારંભ
સુરત જિલ્લાની કામરેજ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા વિસ્તરણ અધિકારી બીઆર મૈસૂરિયા આજરોજ વય નિવૃત્તિના કારણે નિવૃત્ત થયા છે. કામરેજ તાલુકા પંચાયત ખાતે આજરોજ તેમનો નિવૃત્તિનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
જેમાં સમસ્ત કામરેજ તાલુકા પંચાયતના કર્મચારી અધિકારીઓ તથા કામરેજ તાલુકો તલાટી મંડળના તલાટીઓ તેમજ કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં બળવંતભાઈ મેસૂરિયાને વિદાય આપવા તેમના સ્વજનો સહિત અનેક પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સૌ કોઈ મહાનુભવોએ બળવંતભાઈ મસુરીયાની કામગીરીને બિરદાવી હતી સાથે જ તેમના સરળ સ્વભાવ અને કામ પ્રત્યે તેમની લાગણીને પણ બિરજાવી હતી બળવંતભાઈ મેસુરીયા 36 વર્ષ જેટલી નોકરી કરી હતી બળવંતભાઈ મેસુરીયાએ તેમની કારકિર્દી તલાટી ક્રમ મંત્રી તરીકે શરૂ કરી હતી તેમણે કામરેજ બારડોલી પલસાણા વગેરે તાલુકાઓમાં તેમની સેવા આપી હતી ત્યારબાદ પ્રમોશન થતાં તેઓ ઓલપાડ ખાતે બદલી થઈ હતી ત્યાં તેમણે ઇન્ચાર્જ ટીડીઓ તરીકે નો ચાર્જ સંભાળીને પણ સારી કામગીરી કરી હતી ત્યારબાદ તેમની કામરેજ તાલુકા પંચાયત ખાતે વિસ્તરણ અધિકારી તરીકે નિમણૂક થઈ હતી આજરોજ સૌ કોઈ ઉપસ્થિત અગ્રણીઓએ અને કર્મચારી મંડળના લોકોએ તેમની કામગીરીને બિરદાવી હતી સાથે જ તેઓનો નિવૃત્ત જીવન સુખમય અને નીરોગી રહે તેવી સૌ કોઈએ શુભેચ્છા પાઠવી હતી