સુરતની એસઓજીની ટીમે ફરાર આરોપીને ઝડપી પડ્યા
આરોપી ઈ સીગારેટના વેચાણ અંગેના ગુનામાં ફરાર હતા
એસઓજીએ કમલેશ માંગીલાલ રાજપુરોહિતને પકડી પાડ્યા
મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલા ઈ સીગારેટના વેચાણ અંગેના ગુના માં નાસતા ફરતા આરોપી ને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી પાડી તેનો કબ્જો મહિધરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે એસઓજીની ટીમે બાતમીના આધારે ગત 3 મેના રોજ મહિધરપુરા પોલીસ મથકની હદમાંથી ઈ સિગારેટના જત્થા સાથે વિક્રમ રાજપુરોહિતને ઝડપ્યો હોય જેને ઈ સિગારેટ આપનાર ગોડાદરા ખાતે રહેતા કમલેશ કુમાર માંગીલાલ રાજપુરોહિતને પણ આસપાસ દાદા મંદિર પાસેથી એસઓજીની ટીમે ઝડપી પાડી તેનો કબ્જો મહિધરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.