માંગરોળ ના આંકડોદ અને દેગડીયા ગામે તસ્કરોએ બે દુકાનને નિશાન બનાવી તરખાટ મચાવ્યો
દેગડીયા ગામે દુકાનમાં લગાવેલ ₹.25,000 ના ડી.વી.આર.ની ચોરી કરી ગયા
માંગરોળ તાલુકાના આંકડોદ અને દેગડીયા ગામે તસ્કરચોર ટોળકી એ બે દુકાનોને નિશાન બનાવી તરખાટ મચાવતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
આંકડોદ ગામે મુખ્ય માર્ગ પર બસ સ્ટેશન નજીક ગામના સુફિયાન દાઉદ કાજી જુવેરીયા જનરલ સ્ટોર નામની દુકાન ચલાવે છે રાત્રિ દરમિયાન અજાણ્યા ચોર ઈસમોએ આ દુકાન ને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી દુકાનમાં પ્રવેશ કરી ચોરી કરી હતી સવારે આ ઘટનાની જાણ દુકાન માલિકને થતા તેઓ દુકાને આવ્યા હતા અને માંગરોળ પોલીસને ચોરી અંગેની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી દુકાનમાં તપાસ કરતા ઠંડા પીણા સહિત વિવિધ સામાનની ચોરી સાથે ગલ્લામાં મુકેલા રોકડા રૂપિયા 10,000 ની ચોરી તસ્કરો કરી ગયા હતા ચોરીની ઘટના સંદર્ભમાં માંગરોળ પોલીસમાં તેમણે ફરિયાદ આપી હતી જ્યારે બીજી ઘટનામાં દેગડિયા ગામે ગામના પાદરે સાઈ કરિયાણા સ્ટોર નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી સવારે દુકાનના માલિક મનીષભાઈ રમેશભાઈ ગામીત દુકાન પર આવતા પોતાની દુકાનમાં ચોરી થયાનું જણાયું હતું કુલ ચાર થી પાંચ તાળા તોડી તસ્કરો એ દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને નાની મોટી ચીજ વસ્તુઓ રોકડા રૂપિયા 10,000 તેમજ રૂપિયા 25,000 નુ ડીવીઆર ની ચોરી તસ્કરો કરી ગયા છે આ ચોરીની ઘટના સંદર્ભમાં દુકાન માલિક દ્વારા માંગરોળ પોલીસ મથક ખાતે ફરિયાદ આપવામાં આવી છે હાલ તાલુકાના બે ગામોમાં ચોરીની ઘટના બનતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે ત્યારે માંગરોળ પોલીસ રાત્રી પેટ્રોલિંગ શરૂ કરી તશ્કર ચોર ટોળકીઓને ઝડપી પાડે તેવી માંગ ઉઠી રહી છે
