વૈશાખી પૂર્ણિમાએ શામળાજી મંદિરમાં ભક્તોનો ધસારો
પૂર્ણિમાના પાવન અવસરે શામળિયાના દર્શને હજારો ભક્તો ઉમટયા
વહેલી સવાર થી મંદિર પરિસરમાં દર્શન માટે ભક્તોની લાઈનો લાગી
હાજરો ભક્તોએ આરાધ્ય દેવના દર્શન કરી ધન્યતા અનુભવી
વૈશાખ માસની પૂર્ણિમા નિમિત્તે આજે ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
વૈશાખ માસની પૂર્ણિમા નિમિત્તે શામળાજી મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.પૂર્ણિમાના પાવન અવસરે શામળિયાના દર્શને હજારો ભક્તો ઉમટયા હતા. વહેલી સવાર થી મંદિર પરિસરમાં દર્શન માટે ભક્તોની લાઈનો લાગી હતી. પૂર્ણિમા નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યા હતા. નિજમંદિરને ફૂલોનો શણગાર કરાયો હતો. મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોએ શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.