દાહોદમાં બાઈક પર જતા બે યુવકો પર દીપડાનો હુમલો
દીપડાએ હુમલો કરતા એક યુવકને ગંભીર ઈજા
બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા
દાહોદમાં બાઈક પર જતા 2 યુવકો પર દીપડાએ હુમલો કર્યો છે, સાંજના સમયે યુવકો બાઈક લઈને જઈ રહ્યાં હતા તે દરમિયાન આ હુમલાની ઘટના બની હોવાની વાત સામે આવી છે, સિંગવડ તાલુકાના મંડેર ચોકડી પાસે બની ઘટના તો ઈજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ બે યુવાનો બાઈક લઈને જઈ રહ્યાં હતા તે દરમિયાન હાઈવે વિસ્તાર નજીક અચાનક દીપડો લટારમાં નીકળે છે અને બે યુવાનો પર હુમલો કરે છે, તો એક યુવાનને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચે છે અને બન્ને યુવાનો બાઈક પરથી નીચે પટકાયા હતા, તો ઈજાગ્રસ્ત બન્ને યુવાનોને સારવારે માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે, દીપડાએ હુમલો કરતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે અને દીપડાને પકડીને પાંજરે પૂરવામાં આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે ઘટનાની જાણ થતાની સાથે જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જે જગ્યા પર દીપડાએ હુમલો કર્યો છે તેની નજીક જંગલ વિસ્તારમાં વન વિભાગે પાંજરૂ ગોઠવ્યું છે અને દીપડો કંઈ દિશામાં ગયો હશે તેને લઈ તપાસ શરૂ કરી છે, ગ્રામજનોનું કહેવું છે કે દીપડો વારંવાર આ વિસ્તારમાં આવે છે અને માણસોને નુકસાન કરી હુમલો પણ કરે છે, તો વન વિભાગ આ બાબતને લઈ થોડું વધુ સતર્ક બને તેવી માગ ઉચ્ચારી છે.