ભિલોડા બજારમાં બેકાબૂ કારનો આતંક
લાટી બજારમાં કાર અને બાઇકને અડફેટે લીધી
બાઇક સવાર બે લોકો થયા ઇજાગ્રસ્ત
સમગ્ર ઘટના ના સીસીટીવી આવ્યા સામે
ઘાયલોને ભિલોડા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડાયા
અરવલ્લીના ભિલોડા બજારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ભિલોડામાં બેફામ કાર ચાલકનો ફરી આતંક સામે આવ્યો છે. કાર ચાલકે ઓવરસ્પીડમાં આવી બાઈક સવારને ટક્કર મારી રોંગ સાઈડમાં ઢસડ્યો હતો.સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર,અરવલ્લીના ભિલોડા બજારમાં એક કાર ચાલકે બેકાબૂ રીતે વાહન ચલાવતા એક મોપેડ ચાલક સાથે અકસ્માત થયો હતો. કાર ચાલકે ઓવરસ્પીડમાં વાહન ચલાવતા મોપેડ ચાલકને ટક્કર મારી હતી. અકસ્માતમાં મોપેડ ચાલકને ઈજાઓ થઈ હતી અને મોપેડ વાહનનું કચ્ચરઘાણ થતા નુકસાન પહોંચ્યું હતું. ઘટના બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત મોપેડ ચાલકને તાત્કાલિક સારવાર માટે ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઈ ગઈ છે, જેમાં કાર ચાલકની બેદરકારી સ્પષ્ટ દેખાઈ આવે છે. ભિલોડા પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાર ચાલકની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.