ભાવનગરમાં પોકસોના ગુનામા નાસતા-ફરતા આરોપી પકડાયો

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં પોકસોના ગુનામા નાસતા-ફરતા આરોપી પકડાયો
આરોપી અબઝલભાઇ કારાભાઇ સીડા પકડાયો

ભાવનગર પોલીસ અધિક્ષકઓએ કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા અસરકારક કામગીરી કરવા સુચના આપેલ. જે અન્વયે ગઇ તા.૧૧ મેં ના રોજ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં પોકસો એકટ કલમ ૪,૬ મુજબનો ગુનો નોંધાયેલ હોય.

આ ગુનાની ફરીયાદ હકીકત એવી છે કે,ફરીયાદીની સગીરવયની દિકરીને આરોપી અબઝલભાઇ કારાભાઇ સીડા લગ્ન કરવાની લાલચ આપી તેમજ બદકામ કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી અપહરણ કરી લઇ જઈ ગુન્હો કરેલ હોય જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ગંગાજળીયા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોને આરોપી અબઝલભાઇ કારાભાઇ સીડાને પકડી પાડવા સુચના આપેલ હોય. જે અન્વયે બાતમી આધારે ચોકકસ હકીકત મળેલ કે સદરહુ ગુનાના કામનો આરોપી જુનાગઢ ખાતેના પોતાના ગામમા છે. જેથી આરોપીને જુનાગઢ ખાતેથી હસ્તગત કરી ભાવનગર ખાતે લાવી આરોપી વિરૂધ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવા તજવીજ કરવામાં આવેલ છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *