સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં ભીષણ આગ

Featured Video Play Icon
Spread the love

સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં ભીષણ આગ
ઓરિએન્ટલ મિલમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના
ફાયર બ્રિગેડને 3 થી 4 કલાક સુધી ભારે જહેમત ઉઠાવવી પડી

સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ઓરિએન્ટલ મિલમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડને 3 થી 4 કલાક સુધી ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ઓરિએન્ટલ મિલમાં મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. મિલમાં રહેલા કાપડ, તૈયાર માલસામાન તેમજ અન્ય જ્વલનશીલ સામગ્રીના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સતત 3થી 4 કલાક સુધી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાનું હાલ સુધી સામે આવ્યું નથી, જોકે કાપડ અને અન્ય સામગ્રી બળી જતાં લાખો રૂપિયાનું નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી અને ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *