પલસાણામાં જીવતા કારતૂસ સાથે એક ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

પલસાણામાં જીવતા કારતૂસ સાથે એક ઝડપાયો
પોલીસે બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધા
આરોપી ઘનશ્યામ રામદાસ યુપીના સુલતાનપુરનો રહેવાસી

પલસાણા પોલીસે એક આરોપીને દેશી હાથબનાવટી તમંચા અને જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો.

પલસાણા પોલીસ સ્ટાફના માણસો ગત રાત્રે પેટ્રોલીંગમાં હતા. તે સમયે ખાનગી રાહે સયુંક્ત બાતમી મળી હતી કે, પલસાણા ગામની કનક રેસીડેન્સી તરફ જતા રોડ પાસે એક ઈસમ જેણે ક્રીમ કલરની આખી બાઇની શર્ટ અને ગ્રે કલરની પેન્ટ પહેરેલ છે, જેનું નામ ઘનશ્યામ ઉર્ફે ડ્રાયવર છે, તે પોતાના કબજામાં દેશી હાથ બનાવટનો તમંચો તેમજ કારતૂસ લઈને કોઈકને ગેરકાયદેસર રીતે વેચાણ કરવા સારુ ફરે છે. આ બાતમીના આધારે પલસાણા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડ્યો હતો. ઝડપાયેલ આરોપીનું નામ ઘનશ્યામ ઉર્ફે ડ્રાયવર રામદાસ નીશાદ (કેવટ) છે, જેની ઉંમર ૪૨ વર્ષ છે અને તે મૂળ સુલતાનપુર (ઉત્તરપ્રદેશ)નો રહેવાસી છે, પરંતુ હાલમાં પલસાણા ગામના પરવેશ પાર્કમાં મજૂરી કરીને રહે છે. પોલીસે આરોપીના કબજામાંથી કુલ રૂપિયા ૧૧,૨૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં દેશી હાથબનાવટનો તમંચો કિં.રૂ. ૧૦,૦૦૦, જીવતો કારતૂસ કિં.રૂ. ૨૦૦, એક મોબાઇલ ફોન કિં.રૂ. ૫૦૦ અને અંગઝડતીમાંથી મળેલ રોકડા રૂપીયા ૫૫૦નો સમાવેશ થાય છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *