ભાવનગર સણોસરામાં યુવાન પર સરાજાહેર છરી વડે હુમલો

Featured Video Play Icon
Spread the love

ભાવનગર સણોસરામાં યુવાન પર સરાજાહેર છરી વડે હુમલો
ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
કાયદો – વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સણોસરા ગામે ભરબજારમાં એક યુવાન પર શખ્સ દ્વારા છરી વડે હુમલો કરાઈ રહ્યો હોય એવો વિડિયો અનેક લોકોની હાજરીમાં હુમલો થતો હોય એ રીતનો વાયરલ થતા ભારે ચકચાર મચી જવા પામી છે.

માત્ર ભાવનગર શહેર જ નહીં પરંતુ જિલ્લામાં પણ કાયદો અને વ્યવસ્થા કથળીને ખાડે ગઈ હોય એવાં તાદ્રશ્ય પુરાવાઓ છાશવારે જોવા મળી રહ્યા છે રોડ પર,બજારની વચ્ચે સેંકડો લોકો ની હાજરીમાં માથાભારે આવારા તત્વો તિક્ષણ હથિયારો વડે હત્યા કરતાં હોય ગંભીર મારામારી કરતા હોય અને લોકો આવી ઘટનાનો મુકપ્રેક્ષક બનીને ફક્ત તમાશો નિહાળતા અને મોબાઈલ માં વિડિયો ઉતારતા હોય એવી ઘટનાઓ સામાન્ય થઈ પડી છે ત્યારે આવી જ કંઈક ઘટના સિહોર તાલુકાના સણોસરા ગામે ભરબજારમાં જોવા મળી સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર એક યુવાન સણોસરા બજારમાં ખરીદી કરવા આવ્યો હોય એ દરમ્યાન એક શખ્સ તેની સાથે ઝઘડો કરે છે અને બજારમાં હાજર લોકો ની હાજરીમાં જ છરીના ઘા ઝીંકતો હોય અને લોકો નફ્ફટ બનીને હૂમલાનો ભોગ બનનાર યુવાને મદદ કરવાના બદલે મોબાઈલ માં વિડિયો ઉતારતા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ ઘટનાને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ દાખલ થવા પામી નથી ત્યારે શું ભાવનગરમાં આવી ગુંડાગીરી ક્યાં સુધી ચાલશે એવા સવાલો લોકો કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *