સુરતના પુણા આઈમાતા રોડ પર ક્રેન અચાનક અથડાઈ

Featured Video Play Icon
Spread the love

સુરતના પુણા આઈમાતા રોડ પર ક્રેન અચાનક અથડાઈ
મોડી રાત્રે રીપેરિંગ કામગીરી દરમિયાન ક્રેનમાં ખામી સર્જાતા શોર્ટ સર્કિટ
ક્રેન એક ઘરની દીવાલ સાથે ધડાકા ભેર અથડાઈ

સુરતના પુણા વિસ્તારના આઈમાતા રોડ પર મોડી રાત્રે રીપેરિંગ કામગીરી દરમિયાન ક્રેનમાં ખામી સર્જાતા શોર્ટ સર્કિટના કારણે ક્રેન અચાનક શરૂ થઈ ગઈ હતી અને નજીકની એક ઘરની દીવાલ સાથે ધડાકા ભેર અથડાઈ હતી.

સુરતના પુણા વિસ્તારના આઈમાતા રોડ પર મોડી રાત્રે ક્રેન સાથે અકસ્માતની ઘટના બની છે. રોડ પર રીપેરિંગ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન ક્રેનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. શોર્ટ સર્કિટના કારણે ક્રેન અચાનક સ્ટાર્ટ થઈ ગઈ અને બેકાબૂ બનીને સામે આવેલી એક ઘરની દીવાલ સાથે ધડાકા ભેર અથડાઈ ગઈ હતી. અકસ્માત બાદ સ્થળ પર દોડધામ મચી ગઈ હતી, પરંતુ રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. હાલ ઘટનાની તપાસ અને ટેકનિકલ ખામી અંગે વિગતો જાણવા પ્રયત્નો ચાલી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *