IPCL કંપનીમાં મજૂરી કામે ગયેલ યુવાન નીચે પડતા ગંભીર ઇજાગ્રસ્ત
ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ આઇપીસીએલ કંપનીમાં મજૂરી કામે ગયેલ એક યુવાન અકસ્માતે નીચે પટકાતા યુવાનને ગંભીર ઈજા થવા પામી છે અને તેને તત્કાલ સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર આવેલ ખેડૂતવાસ વિસ્તારમાં રહેતો રામ રોહિતભાઈ રાઠોડ ઉંમર વર્ષ 25 નામનો યુવાન તેના મિત્રો સાથે કુંભારવાડાના ખાર વિસ્તારમાં આવેલ આઇપીસીએલ કંપનીમાં મજૂરી કામે ગયો હતો રામ તેના મિત્રો સાથે શેડ પર પતરા ચડાવવાનું કામ કરી રહ્યો હતો ત્યારે અકસ્માતે નીચે પટકાતા રામને ગળાના ભાગે પતરું લાગી જતા ગંભીર ઈજા પહોંચી હતી અને નાજુક હાલત એ તેને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ઇજાગ્રસ્ત યુવાનની હાલ નાજુક હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર બનાવને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે
