ગારીયાધારમાં પતિ બન્યો પત્નીનો હત્યારો
કુહાડીના ઘા ઝીંકી પત્નીની હત્યા
ગારીયાધાર તાલુકાના જૂના બેલા રોડ પર આવેલા મફતપરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ પતિએ પોતાની પત્ની પર કુહાડી વડે જીવલેણ હુમલો કરી તેની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી હતી
પ્રાથમિક માહિતી અનુસાર પતિ-પત્ની વચ્ચે છેલ્લા બે વર્ષથી મનદુઃખ ચાલતું હતું અને પત્ની રિસામણે બેઠેલી હતી આ દરમિયાન બનેલી ઘટનામાં પતિએ ઉશ્કેરાઈ જઈ પત્ની પર કુહાડીના ઘા ઝીંક્યા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં ગારીયાધાર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે
પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ ચાલુ છે.
