સોનગઢમાં ફરી ઓવરલોડ ખેલ
CISF ના કડક બંદોબસ્ત વચ્ચે ‘પૉન્ડએશ’ની ચોરીના છબરડા,
અધિકારીઓની મિલીભગતની આશંકા?*
તાપી જિલ્લાના સોનગઢ સ્થિત ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ફરી એકવાર વિવાદના વંટોળમાં આવ્યું છે. પાવર સ્ટેશનના ડાઈક એરિયામાંથી ‘પૉન્ડએશ’ની ચોરીનો કિસ્સો અગાઉ સામે આવ્યો હતો, જેમાં સાઈ સંગમ એન્ટરપ્રાઈઝના કોન્ટ્રાક્ટર દિનેશ મોતીરામ ગામીત સહિત ત્રણ લોકો વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. તે સમયે આ આરોપીઓએ સીઆઈએસએફ જવાનોની નજર ચૂકવીને, ગેટપાસ કે વજન કાંટાની રસીદ વગર ટ્રક નંબરજીજે-૨૬-યુ-0991 અને જીજે-૨૬-યુ-૦૮૮૭ માં 90.3 મેટ્રિક ટન પૉન્ડએશ બારોબાર સગેવગે કરવાનો પ્રયાસ કર્યો હતો એવો આરોપ હતો
હવે ફરી એવા જ ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે કે, આટલી મોટી ઘટનાઓ બાદ પણ ઓવરલોડ ભરેલી ટ્રકો બેરોકટોક નીકળી રહી છે. જો અગાઉના કિસ્સામાં CISF ની નજર ચૂકવીને ચોરી થઈ શકતી હોય, તો વર્તમાન સમયમાં પણ તે જ રીતે ઓવરલોડ ટ્રકો વજન કાંટો કર્યા વગર કેવી રીતે નીકળી જાય છે ? તે મોટો સવાલ છે. જાણકારોના મતે, આટલા કડક સુરક્ષા બંદોબસ્ત અને CISF ની સતત હાજરી વચ્ચે અધિકારીઓની જાણ બહાર આટલી મોટી માત્રામાં પૉન્ડએશનું વહન અશક્ય છે. લોકોમાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, શું આ તમામ ગતિવિધિઓમાં જવાબદાર અધિકારીઓ કે સિક્યોરિટીની મિલીભગત છે? કે પછી આ આખી પ્રક્રિયા તેમની રહેમનજર હેઠળ જ ચાલી રહી છે ?
અગાઉ નાયબ ઇન્જિનેરએ ફરિયાદ કરીને કેસ કરેલ તો અત્યારે કેમ નથી કરતા શું સેટિંગ ડોટકોમ થઈ ગયું છે. આ મામલે તટસ્થ તપાસ થાય અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. શું વહીવટી તંત્ર આ બાબતે કોઈ નક્કર પગલાં ભરશે કે પછી આ રમત આમ જ ચાલતી રહેશે ?
